Connect Gujarat
ગુજરાત

ભરૂચ : સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે રેવા સુજની કેન્દ્રની નવી હાથશાળનું ઉદ્ઘાટન કરાયું...

X

“પ્રોજેક્ટ રોશની” અંતર્ગત ભરૂચમાં કાર્યરત રેવા સુજની કેન્દ્ર

રેવા સુજની કેન્દ્રની રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત લીધી

સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે હાથશાળનું ઉદઘાટન

ભરૂચ જિલ્લા સુજની ઉત્પાદન અને વેચાણ સહકારી મંડણી “પ્રોજેક્ટ રોશની” અંતર્ગત ચાલતા "રેવા સુજની કેન્દ્ર"ની રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેઓએ નવી હાથશાળનું રીબીન કાપીને ઉદઘાટન કર્યું હતું. સુઝની બનાવવાની તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ સાથે ચર્ચા કરીને સુજની વણાટકામની વિગતો મેળવી હતી. સુજની બનાવતા કારીગરો સાથે સુજની બનાવવાની બારીકાઇ વિગતે સમજી હતી, અને પોતાના રચનાત્મક સૂચનો તેમજ માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. આ કળાને આગળ વધારવા માટે વિગતે ચર્ચાઓ કરી હતી. આ પ્રસંગે મંત્રીએ ભરૂચની સુઝની કળાની પ્રસંશા કરતા કહ્યું હતું કે, ભરૂચની સુજની ફક્ત રાજ્ય કે, દેશ પૂરતી નહીં પણ વિશ્વકક્ષાએ નામના મેળવે તેવા પ્રયાસ હાથ ધરાશે.

ભરૂચની સુજની કળાને જીવંત રાખવાનો શરૂઆતનો તબક્કો પ્રોજેક્ટ રોશની છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સુઝની કળાને જીવંત રાખવાનો જિલ્લા વહીવટી તંત્રનો સરાહનીય પ્રયાસ ગણાવ્યો હતો. આઝાદીની ચળવળમાં ગાંધીજીએ ગામડાના પરિવારો સમુદ્ધ બને તે માટે ખાદીની ચળવળ ચલાવી હતી, તેવી જ રીતે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા “વોકલ ફોર લોકલ”ના નારાને આગળ ધપાવતા આજે “વન ડીસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ”ને વેગ આપવાના પ્રયાસો થકી કાગીગરોને પ્રોત્સાહન મળે તે માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. આ સાથે જ રાજ્ય સરકાર પણ ODOP હેઠળ દરેક જિલ્લાની એક કે, તેથી વધુ મહત્વની વસ્તુઓને વિશ્વ કક્ષાએ પહોંચાડવા માટે તૈયારીઓ કરી રહી છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પી.એ.જોષી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ડાયરેક્ટર અને જનરલ મેનેજર જિગર દવે, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહાત્મા ગાંધી નેશનલ ફેલો નિરવ સંચાણીયા સહિત મુજ્જમીર સુઝનીવાલા પરીવાર તથા મોટી સંખ્યામાં તાલિમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story