Connect Gujarat
ગુજરાત

ભરૂચ : વાગરાની આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીની કેન્ટીનમાં કામ કરતા કર્મીનું મોત, પોલીસ તપાસ શરૂ...

X

વાગરાની આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીની ઘટના

કેન્ટીનમાં કામ કરતા વેઇટરને ગભરામણ થતાં મોત

ઘટના સંદર્ભે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના વાગરાના વિલાયત સ્થિત ઔદ્યોગિક વસાહતમાં આવેલ આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીની કેન્ટીનમાં વેઇટરની નોકરી કરતા વેઇટરનું ગભરામણથી મોત થયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાગરા પોલીસ મથકમાં ગુનો નોંધાયા મુજબ, વિલાયત સ્થિત આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીના P-ટુ પ્લાન્ટની કેન્ટીનમાં વેઇટર તરીકે નોકરી કરતાં પરપ્રાંતીય 40 વર્ષીય યુવક નીરજકુમાર રાબેતા મુજબ નાઈટ શિફ્ટમાં નોકરી પર આવ્યો હતો. જે મળસ્કે રાત્રિ પાળી નોકરી કરતા કંપની કર્મચારીઓ તેમજ કામદારોને ચા આપવા ગયો હતો.

આ દરમિયાન કોઈક કારણોસર તેને ગભરામણ થવા લાગી હતી,અને ટે બેભાન થઇ ગયો હતો. જેની જાણ કંપની સિક્યુરિટીને થતાં સિક્યુરીટીએ કેન્ટિનના સુપરવાઈઝરને જાણ કરી બેભાન અવસ્થામાં નીરજકુમારને કંપનીની એમ્બ્યુલન્સમાં ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ એપેક્ષ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે નીરજકુમારને મૃત જાહેર કરી બનાવ સંદર્ભે વાગરા પોલીસને જાણ કરી હતી, ત્યારે વાગરા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં પ્રાથમિક પૂછપરછ અને પંચ કેસ કરી પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. તો બીજી તરફ, ઘટના સંદર્ભે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story