ભરૂચ: આકસ્મિક રીતે મૃત્યુ પામેલા હોમગાર્ડના 2 જવાનોના પરિવારને આર્થિક સહાય અર્પણ કરાય

અંકલેશ્વર યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય  દિપકભાઈ નગીનભાઈ વસાવાનું આકસ્મિક અવસાન થતાં તેમની ફાઈલ હોમગાર્ડ જિલ્લા કચેરી ખાતે રજૂ થઈ હતી. જેથી અવસાન સહાય પેટે રૂ.1.55 લાખની  સહાય પાસ થઈ હતી

New Update
હોમગાર્ડઝ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભાલોદ  યુનિટના બે હોમગાર્ડઝ જવાનોના પરિવારોને હોમગાર્ડઝ કલ્યાણ નીધિમાથી અવસાન સહાયના ચેક સુપ્રત કરવામાં હતા.

અંકલેશ્વર યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય  દિપકભાઈ નગીનભાઈ વસાવાનું આકસ્મિક અવસાન થતાં તેમની ફાઈલ હોમગાર્ડ જિલ્લા કચેરી ખાતે રજૂ થઈ હતી. જેથી અવસાન સહાય પેટે રૂ.1.55 લાખની  સહાય પાસ થઈ હતી. તેમજ ભાલોદ યુનિટના હોમગાર્ડઝ સભ્ય  સુરેશભાઈ હીરાભાઈ માછીનું આકસ્મિક અવસાન થતાં તેમની પણ રૂ.1.55 લાખ સહાય મંજૂર થઈ હતી. જે જેમના કુટુંબીજનોને આજરોજ સહાયના ચેક ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને માન. જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ  સંજય કુમાર કાયસ્થના હસ્તે પરિવારને ચેક વિતરણ કરવામાં આવ્યાં હતા.આ પ્રસંગે  જિલ્લા હોમગાર્ડઝ કચેરીના જુનીયર ક્લાર્ક  કુલદીપભાઈ, અંકલેશ્વર યુનિટના ઓફિસર કમાન્ડિંગ ભગવતીબેન , ભાલોદ યુનિટના ઓફિસર કમાન્ડિંગ સોમભાઈ વસાવા  હાજર રહ્યા હતા.
Latest Stories