ભરૂચ: બકરી ઈદના પર્વને અનુલક્ષીને ફ્લેગમાર્ચ યોજાય, પોલીસકર્મીઓ જોડાયા

ભરૂચમાં બકરી ઇદના પર્વ પર શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે ભરૂચ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  પોલીસ કાફલો જોડાયો હતો

New Update
ભરૂચ પોલીસ

ભરૂચ

ભરૂચમાં બકરી ઈદના પર્વનું કાઉન્ટડાઉન
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસની કવાયત
પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજાય
પોલીસ કાફલો જોડાયો
શહેરીજનોએ શાંતિ સલામતીનો કર્યો અનુભવ
ભરૂચમાં બકરી ઇદના પર્વ પર શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે ભરૂચ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  પોલીસ કાફલો જોડાયો હતો
17 મી જૂનના રોજ મુસ્લિમ સંપ્રદાયનો બકરી ઇદનો તહેવાર હોય ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ ભયમુક્ત વાતાવરણમાં પર્વની ઉજવણી પાર પડે તે હેતુસર ભરૂચ એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસ મથકના વિસ્તારમાં એસ.પી. મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચના ડીવાયએસપી સી.કે.પટેલ અને એ ડીવીઝનના પીઆઈ વી.યુ. ગડરિયાની આગેવાનીમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ હતું.જેમાં પાંચ પીએસઆઈ અને 65 પોલીસ જવાનોએ એ અને બી ડીવીઝનના વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ કરી હતી જેના કારણે શહેરીજનોએ શાંતિ અને સલામતીનો અહેસાસ કર્યો હતો
Read the Next Article

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અમુક

New Update
વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે તો ક્યાંક  હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે. આજે વરસાદની સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે.  અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે.  23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 અને 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે.  એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.