ભરૂચ: સંસ્કાર વિદ્યાભવનમાં ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું ઉદ્દઘાટન કરાયુ

ભરૂચમાં હોમી લેબ અને એસ.એમ.સી.પી સંસ્કાર વિદ્યાભવન ઝાડેશ્વર ખાતે સંસ્કાર ભારતી ટ્રસ્ટના ફ્યુચર ઝોનમાં ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું ગતરોજ કલેકટર તુષાર સુમેરા અને હોમી લેબના ફાઉન્ડર રિજનપાલ સિંહના હસ્તે ઉદ્દઘાટન આવ્યું

New Update
સમાચાર

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી છે શાળા
સંસ્કાર વિદ્યાભવનમાં નિર્માણ પામી લેબ
ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું ઉદ્દઘાટન 
કલેકટર તુષાર સુમેરા રહ્યા ઉપસ્થિત
શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ પણ હાજર
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એસ.એમ.સી.પી સંસ્કાર વિદ્યાભવન ખાતે ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું ઉદ્દઘાટન કરાયું હતું
ભરૂચમાં હોમી લેબ અને એસ.એમ.સી.પી સંસ્કાર વિદ્યાભવન ઝાડેશ્વર ખાતે સંસ્કાર ભારતી ટ્રસ્ટના ફ્યુચર ઝોનમાં ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું ગતરોજ કલેકટર તુષાર સુમેરા અને હોમી લેબના ફાઉન્ડર રિજનપાલ સિંહના હસ્તે ઉદ્દઘાટન આવ્યું હતું. ફ્યુચર ઝોનની અદ્યતન વિશેષતાઓ અને શૈક્ષણિક સંભાવનાઓ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,વર્ચ્યુયલ રિયાલીટી થકી ભવિષ્યની સફળ કરાવવા સાથે સ્પેશમાં વર્ચ્યુઅલી લઈ જવામાં આવશે વધુમાં આ લેબનો બાળકો,યુવાનો અને વિદ્યાર્થીઓ લાભ લઇ શકશે
Read the Next Article

અંકલેશ્વર:  ગણેશ આયોજકો અને વહીવટી તંત્ર વચ્ચે યોજાય બેઠક, વિવિધ પ્રશ્ને કરવામાં આવી ચર્ચા

અંકલેશ્વરમાં આગામી ગણેશ મહોત્સવના પર્વને ધ્યાને રાખીને વહીવટી તંત્ર, પોલીસ તેમજ ગણેશ આયોજકોની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ગણેશ આયોજકોની બેઠક યોજાઇ

  • વહીવટી તંત્ર સાથે બેઠકનું આયોજન

  • વિવિધ પ્રશ્ને કરવામાં આવી ચર્ચા

  • ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરમાં આગામી ગણેશ મહોત્સવના પર્વને ધ્યાને રાખીને વહીવટી તંત્ર, પોલીસ તેમજ ગણેશ આયોજકોની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેરમાં આગામી ગણેશ મહોત્સવને લઈને નાયબ કલેક્ટર કચેરી ખાતે વિશિષ્ટ બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના વિવિધ ગણેશ મંડળોના આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ગણેશ યુવક મહોત્સવ મંડળના નિમંત્રણ પર યોજાયેલી આ બેઠકમાં મંડળોને મંજૂરી, આયોજનમાં સહકાર, રસ્તાઓની વ્યવસ્થા, મૂર્તિ સ્થાપન માટેની પરવાનગીઓ, વીજ પુરવઠા અંગે DGVCL સાથે સંબંધિત પ્રશ્નો વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.મંડળોના આયોજકોએ નાયબ કલેક્ટર સમક્ષ જાહેર વ્યવસ્થાની તંગી, વીજળીના કટોકટીના પ્રશ્નો, રોડના ખાડા, અને ટ્રાફિકના પ્રશ્નો રજૂ કર્યા હતા તથા તેમના યોગ્ય સમાધાનની માંગણી રાખી હતી.આ બેઠકમાં નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, મામલતદાર  કરણસિંહ રાજપૂત, જિલ્લા ભાજપ પ્રમુખ  પ્રકાશ મોદી,  ચીફ ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત વિવિધ શાખાઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.