/connect-gujarat/media/post_banners/65050144e405f32a0f53683bb36bd863aefc57a3a7360937c324ae62dc1fba8e.jpg)
કોરનાના કેસમાં ઘટાડો થતાં સરકાર દ્વારા નિયંત્રણોમાં રાહત આપવામાં આવી છે ત્યારે ભરૂચમાં જિમ અને બાગ બગીચા શરૂ કરવામાં આવ્યા છે
કોરોનાની બીજી લહેર શરૂ થતાં માંડ માંડ શરૂ થયેલા ભરૂચ શહેર જિલ્લાના જિમ લોક થઈ ગયા હતા જે બે મહિના કરતા વધુ સમય બાદ પુનઃ કોરોના સંક્રમણ ઓછું થતા સરકારી ગાઈડલાઈન પ્રમાણે અનલોક થયા છે.જોકે કેપેસિટી કરતા અડધી સંખ્યામાં જ લોકો ને પ્રવેશ આપવા સાથે સોસીયલ ડિસ્ટશન અને સેનેટાઇઝરની વ્યવસ્થાનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. કોરોનાની ગાઈડલાઈન સાથે ખુલેલા જિમના સંચાલકો માં ખુશી જોવા મળી રહી છે અને સરકાર પ્રત્યે આભારની લાગણી તેઓ વ્યક્ત કરી રહ્યા છે.
આજ રીતે ભરૂચના બાગ બગીચા પણ લોકો માટે ખોલવામાં આવ્યા છે. ઉનાળાની ગરમીમાં આ બાગબગીચામાં જઇ લોકો રાહત અનુભવી રહ્યા છે.ભરૂચમાં બાગ બગીચા ખુલી ગયા છે પણ હજુ પણ માર્ચ 2020 થી બંધ થયેલ અને શહેરનું એકમાત્ર કહેવાતું પીકનીક પોઇન્ટ માતરિયા તળાવ ખુલે તે માટે લોકો રાહ જોઈ રહ્યા છે.