New Update
/connect-gujarat/media/post_banners/6ad4494438229f2cdc0ca5c0697221dd99e2b8fdaa20dd7c6c54c54d87362986.jpg)
ભરૂચ શહેરમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.
ભરૂચ જીલ્લામાં ચોમાસુ ધીમા પગલે આગળ વધી રહ્યું છે. બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહયો છે. ગત મોડી રાતે ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પવન સાથે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જો કે વરસાદના પગલે શહેરના સેવાશ્રમ રોડ,પાંચબત્તી,કસક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.નાગર સેવા સદન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રિ-મોંસૂન કામગીરી કરવામાં આવી હતી જો કે તે માત્ર કાગળ પર જ સાબિત થઈ હતી. કસક વિસ્તારમાં ગટરનું પ્રદુષિત પાણી માર્ગ પર ફરી વળ્યું હતું.