New Update
આસુરી શક્તિ પર દૈવી શક્તિનું પર્વ
હોળીના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
ઠેર ઠેર હોળીકા દહનના કાર્યક્રમો યોજાયા
આસ્થાભેર ઉજવણી કરવામાં આવી
આવતિકાલે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી
ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં હોળી પર્વની પરંપરાગત ઉજવણી કર્યા બાદ શુક્રવારે રંગોના પર્વ ધુળેટીને ઉજવવા લોકો સજ્જ બન્યા છે.
આસ્થાના પર્વ હોળીની ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ઉત્સાહ સાથે પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. સંધ્યાકાળે શુભ મુહૂર્તમાં ઠેર ઠેર હોલિકા દહન કરાયું હતું.નિર્વિઘ્ને પાર પડ્યું હતું. શ્રદ્ધાળુઓએ હુતાશણીમાં નારિયેળ, ધાણી, ચણા, ખજૂર, હોમીને બાળકો અને પરિવારના સ્વાસ્થ્ય તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મહિલાઓએ હોળી માતાની પૂજા કરી પરિવારના સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય માટેની મંગલકામનાઓ કરી હતી.રંગોના પર્વ ધુળેટીની એકમેકને રંગી શુક્રવારે ઉજવણી કરવા ભરૂચના રંગ રસિયાઓ સજ્જ બન્યાં છે.
Latest Stories