ભરુચ : જય આદિવાસી મહાસંઘ દ્વારા વન અધિકાર કાયદા ૨૦૦૬ ના અમલીકરણ માટે ઝઘડીયા પ્રાંત અધિકારીને રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું, પાંચ માંગણીની કરી રજૂઆત

વન ગામોને રેવન્યુમાં ફેરવવામાં આવ્યા નથી જેથી આ ગામોને રેવન્યુમાં ફેરવવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.

ભરુચ : જય આદિવાસી મહાસંઘ દ્વારા વન અધિકાર કાયદા ૨૦૦૬ ના અમલીકરણ માટે ઝઘડીયા પ્રાંત અધિકારીને રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું, પાંચ માંગણીની કરી રજૂઆત
New Update

જય આદિવાસી મહાસંઘ ઝઘડિયા તથા નેત્રંગ અને આદિવાસી મહાસભા ગુજરાત દ્વારા આજ રોજ ઝઘડિયા એપીએમસી ખાતેથી પ્રાંત અધિકારી કચેરી સુધી એક જાહેર રેલી યોજી વન અધિકાર કાયદો ૨૦૦૬ ના અમલીકરણ માટે તેમની પાંચ જેટલી માંગણીઓ સાથે એક આવેદનપત્ર પ્રાંત અધિકારી મારફતે જિલ્લા કલેકટરને પાઠવવામાં આવ્યું છે. સંઘ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે. કે આજરોજ જાહેર રેલીમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા નેત્રંગ અને વાલિયા તાલુકાના ગામોના ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે અને આપણા જિલ્લામાં વન વિભાગ કાયદાના અમલને લગતા જે સવાલો હજી પડતર છે તેના ઝડપથી ઉકેલ માટે આવેદનપત્ર આપીએ છીએ.

વન અધિકાર કાયદો ૨૦૦૬ ના અમલને લગતા પાંચ પ્રશ્નો ઘણા વખતથી હજી પેન્ડિંગ છે અને વારંવાર રજૂઆત કરવા છતાં તેનો હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી, મોટાભાગના પ્રશ્નોનો ઉકેલ જિલ્લા કક્ષાએ આવે એમ છે, આ માટે જણાવીએ છીએ કે આ પ્રશ્નોનો ઉકેલ માટે જરૂરી પગલાં ભરશો.


તેમણે જણાવ્યું કે ભરૂચ જિલ્લાના પણ દાવેદારોને આદેશપત્ર આપવામાં આવેલ છે જેમાં ગ્રામસભાએ મંજૂર કરેલ ક્ષેત્રફળ અને દાવેદારે માંગણી કરેલ ક્ષેત્રફળ કરતા ખૂબ ઓછું ક્ષેત્રફળ મંજુર કરેલ છે જેથી નર્મદા જિલ્લાની જેમ ગીર ફાઉન્ડેશનના દાવાઓ જીપીએસ તપાસ માટે મોકલી આપવા. ભરૂચ જિલ્લામાં પેન્ડિંગ દાવાઓ છે તેમનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

સામૂહિક અધિકારોમાં નર્મદા જિલ્લામાં છ અધિકારો મળ્યા છે જ્યારે ભરૂચ જિલ્લામાં ત્રણ અધિકારો મળ્યા છે જેથી બાકી અધિકારો પણ મંજૂર કરવામાં આવે તેવી તેમણે માંગણી કરી છે. ફોરેસ્ટ વિલેજના ગામોને રેવન્યુમાં ફેરવવા માટે ૨૦૧૫ માં રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કર્યો હતો તેમ છતાં આજદિન સુધી વન ગામોને રેવન્યુમાં ફેરવવામાં આવ્યા નથી જેથી આ ગામોને રેવન્યુમાં ફેરવવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.

#Bharuch #GujaratConnect #આવેદનપત્ર #Jai Adivasi Mahasangh #જય આદિવાસી મહાસંઘ #વન અધિકાર કાયદા #વન અધિકાર કાયદા ૨૦૦૬ #Forest Rights Act 2006. #Forest Rights Act #વન અધિકાર કાયદો
Here are a few more articles:
Read the Next Article