Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જંબુસર નગરમાં ઉભરાતા ગટરોના ગંદા પાણીથી નગરજનો ત્રસ્ત

ઉભરાતા ગટરોના ગંદા પાણીથી નગરજનો પરેશાન, ગંદા પાણી ભરાઇ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ.

X

જંબુસર નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં ઉભરાતી ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકો રોષે ભરાયા છે.

ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકા વિસ્તાર જલાલપુરા, શેખજી વાડી, એસટીડેપો માર્કેટ, સ્વામિનારાયણ સોસાયટી, ભૂત ફળિયું અને ખાનપુરી ભાગોળ જેવા વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગંદકી તેમજ ઉભરાતી ગટરોના કારણે શહેરીજનોએ ત્રાહિમામ પોકારી ગયા છે. જોકે, સ્થાનિક રહીશો દ્વારા વારંવાર ફરિયાદ કરવા છતાં પણ આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવતો ન હોવાથી સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે.

શહેરીજનોના ઘર સુધી ગટરના પાણી ફેલાય જાય છે તો ઘણી વાર લોકોના ઘરોમાં ગટરનું પાણી ફરી વળે છે. ઉપરાંત ગટરના પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ થવા પામ્યો છે. આ અંગે નગરપાલિકા વિરોધપક્ષના નેતા સાકીર મલેકના જણાવ્યા અનુસાર, તેઓ દ્વારા પણ અગાઉ વારંવાર અધિકારીઓને લેખિત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ યોગ્ય કાયમી નિરાકરણ આવતું નથી. કામદારો ગટર સાફ તો કરી જાય છે અને થોડા દિવસ ગટર ઉભરાતી બંધ થાય છે પરંતુ ત્યારબાદ પુન પરિસ્થિતી ઠેરની ઠેર થઈ જાય છે. ત્યારે સ્થાનિકો આ સમસ્યાનું કાયમી નિકાલ થાય તેવી માંગ કરી રહ્યા છે.

Next Story