Connect Gujarat
ગુજરાત

ભરૂચ: કોરોનાકાળમાં સૌ પ્રથમ વખત લોકઅદાલત યોજાય, 1200 કેસ નિકાલ અર્થે મૂકવામાં આવ્યા

ભરૂચ જિલ્લા કોર્ટ સંકૂલમાં લોક અદાલત યોજાય, કોરોના કાળમાં સૌ પ્રથમ વખત લોક અદાલતનું આયોજન.

X

કોરોના કાળામાં સૌ પ્રથમ વખત ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1200 કેસ નિકાલ અર્થે રજૂ કરવામાં આવ્યા હતા.

કોરોનાકાળ દરમ્યાન કોર્ટ કચેરીના કામ બંધ રહ્યા હતા અને આ સમયગાળામાં ઇ લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હતું જો કે હવે કોરોનાનું સંક્રમણ ઘટતા ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે પ્રથમ વખત લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોના કાળમાં યોજાયેલ લોક અદાલતમાં કોવિડ-19ની તમામ ગાઈડ લાઇનનું પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ન્યાયાધીશ,ધારાશાસ્ત્રીઓ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લોક અદાલતમાં 1200 કેસ મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા.

Next Story