ભરૂચ: ABC ચોકડી નજીક પ્રેમી પંખીડા બેઠા હતા અને થઈ નકલી પોલીસની એન્ટ્રી, પછી શું થયું જુઓ

ભરૂચમાં નકલી પોલીસનો ત્રાસ પ્રેમી પંખીડાને પોલીસના નામે બનાવ્યા નિશાન રૂ.50 હજાર પડાવ્યા પોલીસે આરોપીની કરી ધરપકડ

ભરૂચ: ABC ચોકડી નજીક પ્રેમી પંખીડા બેઠા હતા અને થઈ નકલી પોલીસની એન્ટ્રી, પછી શું થયું જુઓ
New Update

ભરૂચની ABC ચોકડી થી GNFC ટાઉનશીપ રોડ ઉપર રાતે એક યુવક યુવતીનું જોડું બેઠું હતું. જેની પાસે પોલીસ બની મિકેનિકલ એન્જીનીયર તોડ પાડવા ગયો હતો. યુવકના ATM કાર્ડથી રૂપિયા 5000 ઉપડાવી મોબાઈલ લઈ ફરાર થઈ ગયેલા નકલી પોલીસને અસલી પોલીસે લોકઅપ ભેગો કરી દીધો છે.

ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતો કંદર્પ ગ્રીસ જવાની તૈયારી કરી રહ્યો હતો. પણ ભાઈએ એવું કામ કર્યું કે વિદેશને બદલે સીધા હવાલાત જવાનો વારો આવ્યો છે. રવિવારે રાતે 8 કલાકે એક યુવક યુવતી ABC સર્કલ થી GNFC જવાના માર્ગ ઉપર બેઠા હતા. જ્યાં પોતાની બાઈક લઈ કંદર્પ બને પાસે આવી ચઢ્યો હતો. પોતાની પોલીસ તરીકે ઓળખ આપી યુવક-યુવતી ને કેમ અહીં બેઠા છો. કહી પોલીસ હોવાનો રોફ મારી મામલો પટાવવા રૂપિયા 10 હજારની માંગણી કરી હતી. યુવકને પોતાની બાઇક પર બેસાડી ATM માંથી રૂપિયા 5000 ઉપાડાવી પોતે લઈ લીધા હતા.યુવાનનો મોબાઈલ પણ પડાવી લઈ તેને પાણીની બોટલ લેવા મોકલી કંદર્પ પોતાની બાઇક લઈ ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા પોલીસે પોકેટ કોપ અને CCTV કેમેરાની મદદથી કંદર્પને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી રોકડા 5000 અને મોબાઈલ રીકવર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને જાણ કરાઈ છે કે, આરોપી કંદર્પ પરમાર દ્વારા કોઈ વ્યક્તિઓ પાસે પોલીસની ખોટી ઓળખ આપી બળજબરી પુર્વક રૂપીયા કઢાવેલ હોય અથવા તો કોઈપણ ચીજવસ્તુની માંગણી કરી હોય. ભરૂચ સી ડીવીઝન પોલીસનો સંપર્ક કરવો. ભવિષ્યમાં પણ કોઈપણ વ્યક્તિ દ્વારા પોલીસની ખોટી ઓળખ આપી રૂપીયા કે અન્ય કોઈ રીતે હેરાન પરેશાન કરે તો તાત્કાલીક ધોરણે જીલ્લાના પોલીસ કંટ્રોલ રૂમ ટેલીફોન નંબર 02642 223303 તથા 100 ઉપર જાણ કરવા અપીલ કરાઈ છે.

#Bharuch #Gujarat #ConnectGujarat #Fake Police #bharuchpolice #ABC
Here are a few more articles:
Read the Next Article