Connect Gujarat
ગુજરાત

ભરૂચ : વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સાયકલિસ્ટ ગ્રુપના સભ્યોએ કર્યું ઉત્સાહભેર "રક્તદાન"

વિશ્વ રક્તદાતા દિવસ ભરૂચ શહેરના સાયકલિસ્ટ ગ્રુપ તેમજ રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

X

આજે 14મી જુન એટલે વિશ્વ રક્તદાતા દિવસ…, ત્યારે આજના દિવસે ભરૂચ શહેરના સાયકલિસ્ટ ગ્રુપ તેમજ રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી સેવાયજ્ઞને સફળ બનાવ્યો હતો.

એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે આશરે 5 કરોડ બોટલ લોહીની જરૂરિયાત ઉભી થાય છે, જે દિવસે દિવસે વધી રહી છે. પરંતુ તેની સામે માત્ર 80 લાખ બોટલ લોહી રક્તદાતાઓ દ્વારા મળી રહે છે. આ પરથી કહી શકાય કે, આપણા દેશમાં લોહીની ખૂબ જ અછત છે, ત્યારે આજે 14મી જુનના રોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

હાલ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતી વચ્ચે અનેક દર્દીઓને રક્તની જરૂરિયાત વર્તાતી હોય છે. જેને ધ્યાનમાં રાખી ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ સ્થિત રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50થી વધુ સાઇકલવીરોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે રેડ ક્રોસ બ્લડ બેન્કના મુખ્ય સંચાલક ડો. જે.જે.ખીલવાણી, ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપના સભ્ય સંજય બીનીવાલે, રાજવીરસિંહ ઠાકોર, દેવ વાંઝા, મીરલ રાણા સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story