Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ઝાડેશ્વરની આદિવાસી વિધવા મહિલાનું મકાન સીલ કરાતા MLA ચૈતર વસાવા પીડિત પરિવારની મુલાકાતે...

X

ઝાડેશ્વર ગામમાં મકાનને સીલ કરવાનો મામલો

આદિવાસી વિધવા મહિલાના મકાનને સીલ કરાયું

આપના MLA આવ્યા પીડિત પરિવારની મુલાકાતે

ધારાસભ્ય ચૈતર વસાવાએ પરિવારને આપી સાંત્વના

ન્યાય માટે તમામ કાર્યવાહી કરવાની ખાતરી આપી

ભરૂચના ઝાડેશ્વર ગામમાં આદિવાસી વિધવા મહિલાના મકાનને સીલ કરવામાં આવતા ભારે વિવાદ ઊભો થવા સાથે રાજકારણ પણ ગરમાયું છે, ત્યારે આ મુદ્દે મહિલા દ્વારા વિષપાન કરવાના મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી.

આપના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે આપ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, આદિવાસી અગ્રણી હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો આદિવાસી મહિલાના ઘરે જઇ તેની આપવીતી સાંભળી હતી. જેમાં ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે દુશ્મનાવટ રાખી નોટિસો અપાવી હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધવા મહિલાએ ફરિયાદ આપી અને ફરિયાદ પોલીસે ન લેતા નામદાર હાઇકોર્ટ મહિલા આયોગ માનવ અધિકાર પંચમાં પણ જવાની ચીમકી આપી હતી. વિધવા મહિલા એકલી નથી, ભરૂચ જિલ્લાના તમામ લોકો તેમની સાથે હોવાનું આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવી ન્યાય માટે જરૂરી તમામ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

Next Story