ભરૂચ : રાજપારડી ખાતે સાંસદ મનસુખ વસાવાનો અભિવાદન સમારોહ યોજાયો

સતત સાતમી વાર ચૂંટાઈ ને ભરૂચ લોકસભાના સાંસદ બનેલા મનસુખભાઈ વસાવાનો અભિવાદન સમારોહ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત ડી.પી.શાહ વિદ્યામંદિર ખાતે યોજવામાં આવ્યો

New Update

 

સાંસદ મનસુખ વસાવાનો અભિવાદન સમારોહ યોજાયો

ડી.પી.શાહ વિદ્યામંદિર ખાતે યોજાયો સમારોહ

જીત અપાવા બદલ સાંસદે મતદાતાઓનો માન્યો આભાર

રોજગાર અને શિક્ષણ અંગે આપી હૈયાધારણા

મોટી સંખ્યામાં પદાધિકારીઓ, કાર્યકરોની રહી હાજરી

સતત સાતમી વાર ચૂંટાઈ ને ભરૂચ લોકસભાના સાંસદ બનેલા મનસુખભાઈ વસાવાનો અભિવાદન સમારોહ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત ડી.પી.શાહ વિદ્યામંદિર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત ડી.પી.શાહ વિદ્યામંદિર ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત સાતમી વાર ચૂંટાઈને ભરૂચ લોકસભાના સાંસદ બનેલા મનસુખભાઈ વસાવાના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.અભિવાદન કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ પોતાને જીત અપાવા બદલ કાર્યકરો તેમજ મતદારોનો આભાર કર્યો હતો અને જે લોકો દ્વારા ચૂંટણી દરમિયાન તેમના વિરુદ્ધમાં અને પાર્ટીના વિરૂધમાં કામગીરી કરવામાં આવી છે તેવા લોકોને ખુલ્લા પાડીશું તેવી ચીમકી તેઓ દ્વારા ઉચ્ચારાય હતી. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે , ડેડીયાપાડા અને ઝઘડિયા વિધાનસભા એ ટ્રાઇબલ સીટ હોવાથી વિરોધ પક્ષ દ્વારા  રિઝર્વેશન રદ કરવાના ખોટા મુદ્દાઓના પ્રચારના કારણે અમને ત્યાં ઓછા મતો મળ્યા છે છતાં અમને જીતના મત મળ્યા છે એ બદલ અમે જનતાનો આભાર માનીએ છે તેમ મનસુખ વસાવાએ જણાવ્યું હતું વધુમાં સરકારની યોજનાઓનો સ્થાનિક જનતાને લાભ મળે અને ઝઘડિયા જીઆઇડીસીમાં પણ સ્થાનિક યુવાનોને રોજગાર મળે તેમજ શિક્ષણનું સ્તર ઊંચું આવે એ દિશામાં અમે આગળના દિવસોમાં કામ કરીશું તેમ ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું આ અભિવાદન કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ મારુતી સિંહ અટોદરિયાઝઘડિયા ધારાસભ્ય રિતેશ વસાવા,જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાડેડીયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવાપ્રકાશ દેસાઈઈમ્તિયાઝ અલી સૈયદ દિનેશભાઈ વસાવા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોપ્રમુખ ઉપ્રમુખ શહીત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Latest Stories