ભરૂચ:સાંસદ મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા પર કર્યો શબ્દોના બાણનો પ્રહાર,લોકો સાથે ઘર્ષણ કરી પ્રસિદ્ધિ મેળવે છે!

ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપના સદસ્યતા અભિયાન સહિતના મુદ્દે પોતાના કાર્યકર્તાઓ સાથે કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યું હતું,અને આ સમયે પોલીસ સાથે ધક્કામુકીના દ્રશ્યો પણ સર્જાયા હતા

New Update

MP અને MLA વચ્ચે વાકયુદ્ધ છેડાયું 

ચૈતર વસાવાએ કલેકટર કચેરીમાં હલ્લો મચાવ્યો હતો

ચૈતરે સરકારી અધિકારી અને પોલીસ તંત્ર પર કર્યા હતા આક્ષેપ

મનસુખ વસાવાએ આક્ષેપોને આપ્યો રદિયો

ચૈતર ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે લોકો સાથે કરે છે ઘર્ષણ

નર્મદા જિલ્લામાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચેના વાક્યુદ્ધ ફરીથી ગાજ્યું છે,ચૈતર વસાવાએ જિલ્લા કલેકટર કચેરીમાં કરેલા હલ્લાબોલ બાદ હવે સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને વળતો જવાબ આપ્યો હતો.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતેના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપના સદસ્યતા અભિયાન સહિતના મુદ્દે પોતાના કાર્યકર્તાઓ સાથે કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યું હતું,અને આ સમયે પોલીસ સાથે ધક્કામુકીના દ્રશ્યો પણ સર્જાયા હતા,અને ચૈતર વસાવાએ સરકારી અધિકારીઓ તેમજ પોલીસ તંત્ર પર તીખા પ્રહાર કરીને ગંભીર આક્ષેપો કર્યા હતા..
જેનો વળતો જવાબ સાંસદ મનસુખ વસાવાએ આપ્યો છે,મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ચૈતર વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ કરે છે,અને ચૈતર વસાવાએ કરેલા તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું કહ્યું હતું.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા ચૂંટણી પહેલા મનરેગાના કર્મચારીઓને કામ બંધ કરાવી ચૂંટણી સભામાં લઇ ગયા હતા..
જેના વિડિઓ પણ છે અને ટીડીઓએ પગલાં લીધા હતા એટલે તે ટીડીઓનો વિરોધ કરે છે.અને ભાજપે સદસ્યતા અભિયાનમાં કોઈ જ સરકારી અધિકરીનો ઉપયોગ ન કર્યો હોવાનું જણાવી મનસુખ વસાવાએ ચૈતર વસાવાનો સ્વભાવ લોકો સાથે ઘર્ષણ કરી પ્રસિદ્ધિ મેળવવાનો હોવાના આક્ષેપો પણ કર્યા હતા..
વધુમાં ચૈતર વસાવાના પોલીસ હપ્તા લેતી હોવાના અને દારૂ ના વેપલા અંગેના આક્ષેપ સામે મનસુખ વસાવાએ તીખી પ્રતિક્રિયા આપીને જણાવ્યું હતું કે તેમનો સાળો પોલીસ છે એ તેમને સાથે રાખીને જનતા રેડ કરે,જોકે દારૂનો વેપલો ચાલતો હોવાનું સાંસદે સ્વીકાર્યું હતું,પરંતુ કોંગ્રેસના સમય જેટલો બેફામ દારૂનો વેપલો ચાલતો નહોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
આમ ભાજપ સાંસદ અને આપના MLA વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે,હવે જોવાનું એ રહ્યું છે કે મનસુખ વસાવાના જવાબનો ચૈતર વસાવા શું જવાબ આપે છે અને આ શબ્દબાણનું યુદ્ધ ક્યાં સુધી ચાલશે! 
#Chaitar Vasava #Vasava vs Vasava #Narmada News #Chaitar Vasava Statement #AAP MLA Chaitar Vasava #mansukhvasava #MPMansukhVasava
Here are a few more articles:
Read the Next Article