Connect Gujarat
ગુજરાત

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની શું છે વિશેષતા? જુઓ બધુ જ જે તમે જાણવા માંગો છો !

ભરૂચમાં નિર્માણ પામ્યો નર્મદા મૈયા બ્રિજ, ગોલ્ડનબ્રિજની સમાંતર ફોરલેન બ્રિજનું નિર્માણ.

X

ભરૂચના ગોલ્ડનબ્રિજની સમાંતર નવા નર્મદા મૈયા બ્રિજનું કારી પૂર્ણ થઈ ગયું છે અને સોમવારના રોજ તેનું લોકાર્પણ પણ થવા જઇ રહ્યું છે ત્યારે અમે તમને બતાવીશુ આ બ્રિજની શું શું વિશેષતા છે.

એક સમયે ટ્રાફિક સિટી તરીકે કુખ્યાત ભરૂચ નજીકથી હવે વાહન વ્યવહાર સડસડાટ પસાર થઈ શકશે. નર્મદા નદી પર અંગ્રેજોના સમયમાં નિર્માણ પામેલ ગોલ્ડનબ્રિજ સાંકડો હોવાના કારણે વાહનોની ગતિ અવરોધાતી હતી અને સેમી તેમજ નાંણાનો પણ વ્યય થઈ રહયો હતો. ભરૂચ અંકલેશ્વરના લોકોની રજૂઆતને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા નર્મદા નદી પર નવો બ્રિજ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી અને આજે આ બ્રિજ બનીને તૈયાર છે જેનું અષાઢી બીજના રોજ નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવશે ત્યારે આવો જાણીએ બ્રિજની શું વિશેષતા છે.

નર્મદા મૈયા બ્રિજ

  • વહીવટી મંજૂરીની રકમ અને તારીખ –રૂ. ૪૦૧.૭૦ કરોડ,તા.૩૦/૧૦/૨૦૧૪
  • તાંત્રિક મંજુરીની રકમ અને તારીખ –રૂ. ૩૬૧.૦૦ કરોડ, તા.૧૩/૦૫/૨૦૧૫
  • ટેન્ડરની રકમ –રૂ. ૩૦૯.૧૦ કરોડ, તા.૦૧/૧૨/૨૦૧૫
  • એજન્સીનું નામ –રણજીત બિલ્ડકોન-એટીઇપીએલ (જોઇન્ટ વેન્ચર )
  • કામ શરૂ કર્યા - તારીખ -તા.૧૦/૧૨/૨૦૧૫
  • કામ પૂર્ણ કરવાની તારીખ - તા.૧૦/૦૭/૨૦૨૧
  • કામનો કુલ ખર્ચ - રૂપિયા ૪૨૩.૬૫ કરોડ
  • સબ સ્ટ્રક્ચર -૮૦ નંગ પીયર, ૨ એબટમેન્ટ
  • સ્પાન -૨૫ નંગ સ્પાન રીવર પોર્શન , ૫૬ નંગ સ્પાન વાઇડક પોર્શન
  • ફૂટપાથ-બન્ને બાજુ 1.55 મીટર પહોળાઈ
  • એપ્રોચ રોડ- ભરૂચ તરફ ૧૩૭૭ મીટર
  • પ્રોજેકટની કુલ લંબાઈ -૫૦૦૦ મીટર લંબાઇ
Next Story