ભરૂચ: બુટલેગર પાસેથી રૂ.50 હજારની લાંચ લેતાં નેત્રંગનો જીઆરડી જવાન ઝડપાયો

New Update
ભરૂચ: બુટલેગર પાસેથી રૂ.50 હજારની લાંચ લેતાં નેત્રંગનો જીઆરડી જવાન ઝડપાયો

ભરૂચના નેત્રંગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલ વતી બુટલેગર પાસેથી 50 હજારની લાંચ લેતાં જીઆરડીનો જવાન ઝડપાય ગયો છે. જયારે મુખ્ય સુત્રધાર એવો હેડ કોન્સટેબલ ફરાર થઇ જતાં તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે.

આ કામના ફરીયાદીના બીજા નંબરના નાનોભાઈ વિદેશી દારૂના જથ્થા સાથે નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાઈ જતા આ કામના આરોપી છના શાંતિલાલ વસાવા, અનાર્મ હેડ કોન્સ્ટેબલે ફરીયાદીને વોટસએપ કોલ કરી જણાવેલ કે, “તારા ભાઇને માર ન મારવા માટે અને સૌથી નાના ભાઇનુ નામ ફરીયાદમાંથી હટાવી દેવા માટે 1 લાખ સાહેબે કીધા છે. જે રકઝકના અંતે રૂ.50 હજાર આપવાના નક્કી કરેલ હતાં. જે લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એ.સી.બી.પો.સ્ટે. ભરૂચ ખાતે આવી ફરીયાદ આપતા, જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા, આરોપી છના શાંતિલાલ વસાવાએ ફરીયાદી પાસેથી 50 હજારની લાંચની માંગણી કરી લાંચની રકમ આરોપી દોલત પાંચીયા વસાવાને આપવા જણાવ્યું હતું. જીઆરડીના જવાને લાંચની રકમ સ્વીકારતાની સાથે એસીબીની ટીમે તેને ઝડપી પાડયો હતો.આ જોઇને હેડ કોન્સટેબલ ફરાર થઇ ગયો હતો.