/connect-gujarat/media/post_banners/a18b84611da94988f5b43dbd14affae46eb77e50fb334cda23a9ab7960da5cc7.jpg)
રાજ્ય સરકાર શાળા, કોલેજોમાં 50% ફી માફી કરાવે તેવી માંગ સાથે હાથમાં લોલીપોપ લઇ ભરૂચ NSUIના કાર્યકરોએ કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોરોનાકાળમાં વેપાર ધંધો ઠપ થતાં ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને પરિવારનું ગુજરાન ઘણું મુશ્કેલ બન્યું છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા વાલીઓ તથા વાલી મંડળના અભિપ્રાય લીધા વિના નવા શૈક્ષણિક સત્ર દરમિયાન વાલીઓ પાસેથી ફી ઉઘરાવીને વાલીઓને લોલીપોપ અપાયા હોવાનો આક્ષેપ ભરૂચ જિલ્લા NSUI દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં 25% સરકાર દ્વારા અને 25% શાળાઓ દ્વારા એમ 50% વાલીઓને ફી માફ થાય તે માટે NSUI દ્વારા હાથમાં લોલીપોપ લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ આગૌ પણ NSUI ના જિલ્લા પ્રમુખ અને હોદ્દેદારો દ્વારા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ અનેક વખત આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી, જેથી આજરોજ NSUI દ્વારા ફરીથી હાથમાં લોલિપોપ લઈને કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો NSUI દ્વારા ઉગ્ર પગલાં લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.