ભરૂચ: ઇલાવ ગામે શ્રાવણ માસના અંતિમ શનિવારે હનુમાનચાલીસાના 40 પાઠ કરાયા, પવનપુત્રને 56 ભોગ અર્પણ કરાયો

ભરૂચ:  ઇલાવ ગામે શ્રાવણ માસના અંતિમ શનિવારે હનુમાનચાલીસાના 40 પાઠ કરાયા, પવનપુત્રને 56 ભોગ અર્પણ કરાયો
New Update

પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ અને શનિવારે લોકો ભક્તિમાં લીન બન્યા હતા ત્યારે હાંસોટ તાલુકાના ઇલાવ ગામે હનુમાનજી મંદિરે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસાના 40 પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીતમય રીતે હનુમાન ચાલીસાના પાઠ કરાયા હતા.

પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પવનપુત્ર હનુમાનજીને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને હનુમાનજીની આરાધના કરી હતી. 

#Bharuch #ConnectGujarat #Pawanputra #Ilav village #performed #Shravan Month #HanumanChalisa
Here are a few more articles:
Read the Next Article