/connect-gujarat/media/post_banners/5decd4e5df60e6f0ef6932bbd539543d0b0c735300da41c3cedb486e544ef89f.jpg)
ભાવિક ભકતોએ પુજા-અર્ચના અને વ્રત કરી શરદ પૂર્ણિમાની ઉજવણી કરી
ભરૂચમાં કોરોના ગાઈડલાઈન ના નિયમો અનુસાર વર્ષોથી ચાલી આવતી લલ્લુભાઈ ચકલા સ્થિત રણછોડજી ઢોળવ પર આવેલા મંદિરે દિપમાળા પ્રાગટ્ય કરી શરદ પૂર્ણિમાનો ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં ભાવિક ભક્તોજનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો વર્ષોથી ચાલી આવતી પરંપરાગત રછોડજી ઢોળવ મંદિરમાં દિપમાળા અને ગરબાનું નું આયોજન શરદ પૂર્ણિમાના દિવસે કરવામાં આવ્યું હતું
ધાર્મિક પરંપરાઓને કારણે અનેક વ્રતોમાંથી એક વ્રત શરદ પૂર્ણિમા વ્રત માનવ જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ આસો માસની પૂર્ણિમા આખા વર્ષમાં આવનારી બધી પૂનમોમાંથી એક શ્રેષ્ઠ પૂનમ માનવામાં આવે છે. આ શરદ પૂર્ણિમા ઉપરાંત કોજાગરી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખાય છે. આ દિવસે ચંદ્રમાંનું પૂજન કરવુ ખૂબ જ લાભપ્રદ માનવામાં આવે છે. આ દિવસ અનેક લોકો ગંગા, નર્મદા જેવી અન્ય પવિત્ર નદીમાઅં સ્થાન કરી વિધિ વિધાનથી પોતાના આરાધ્ય દેવની પૂજા - પાઠ કરે છે તે ચન્દ્ર દેવની પણ આરાધના કરે છે. આ ખૂબ જ શુભ દિવસ હોય છે. આ શરદ ઋતુની પ્રથમ પૂર્ણિમા હોય છે. તમારે આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરી કથા સાંભળવી અને લોકોને સંભળાવવી જોઈએ. એવુ કહેવાય છે કે આ દિવસે ચંદ્રમાં પૃથ્વીની ખૂબ નિકટ આવી જાય છે. ભરૂચ શહેરમાં પણ વિવિધ વિસ્તારો અને મંદિરમાં શરદપૂર્ણિમા ના ગરબા અને ભજન સાથે પૂજા-અર્ચના નો કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેમાં ભાઈ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.