New Update
/connect-gujarat/media/media_files/Fq087xkD5W6TSUsVSzLO.jpg)
ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન સંસ્થાના ડાયરેક્ટર જીવરાજ પટેલ તથા પ્રિન્સિપલ ડો. દિપક દેવરેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને કોલેજના પરિચય, વિવિધ વિભાગો અને સેવાઓ વિશે માહિતગાર કરવાનો હતો.
પ્રિન્સિપલ ડો. દીપક દેવરે દ્વારા કોલેજના ઇતિહાસ અને સિદ્ધિઓ વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે તેઓ પોતાના શ્રેષ્ઠ પ્રયત્ન સાથે અભ્યાસમાં આગળ વધે અને નવી ટેકનોલોજી અને ઇનોવેશન માં આગળ વધે. વિવિધ વિભાગના HOD દ્વારા તેમના ડિપાર્ટમેન્ટ અને અભ્યાસક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઓરિએન્ટેશન કાર્યક્રમે નવા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર કર્યો હતો
Latest Stories