New Update
ભરૂચ જિલ્લામાં આવતીકાલે અષાઢી બીજના રોજ નીકળનાર રથયાત્રાને લઈને ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે ત્યારે વડોદરા રેન્જના આઈ.જી. સંદીપ સિંહે પોલીસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું
આવતીકાલે અષાઢીબીજના રૂડા અવસરે ભરૂચ જિલ્લો ભગવાન જગન્નાથ બનશે.ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે. ભરૂચ જિલ્લામાં કુલ છ સ્થળોએથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે ભરૂચ પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ફ્લેગમાર્ચ,શાંતિ સમિતિની બેઠક અને કોમ્બિગ સહિતના તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે..
ત્યારે આ કામગીરીનું નિરીક્ષણ કરવા વડોદરા રેન્જના આઇ.જી. સંદીપસિંહે ભરૂચની મુલાકાત લીધી હતી અને રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કર્યું હતું. કોઈ પણ અનીરછનીય બનાવ ન બને તે માટે પોલીસતંત્રને કડક હાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે.
રથયાત્રાના પર્વને લઈને 1000 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે તેનાત રહેશે.જેમાં 1 એસ.પી., 2 ડી.વાય.એસ.પી.,9 પોલીસ ઇન્સ્પેક્ટર,30 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 637 પોલીસ જવાનો, હોમગાર્ડના 351 જવાનો અને એસ.આર.પી.ની એક કંપની સુરક્ષા અને સલામતી માટે તૈનાત કરવામાં આવી છે
Latest Stories