New Update
/connect-gujarat/media/media_files/2025/02/02/LyOGFtuqd8cl6g88Dewn.jpg)
ભરૂચ શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે સફળ કાર્યવાહી કરી છે. એ ડિવિઝન પોલીસના પીઆઈ વી.યુ.ગડરીયાની આગેવાની હેઠળ પોલીસ ટીમે શેરપુરા વિસ્તારમાં આવેલી ઠાગ્યા કોલોનીમાં દરોડા પાડ્યા હતા.રાત્રી પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ઠાગ્યા કોલોનીના મકાન નંબર-2 પાસે ઇલેક્ટ્રિક થાંભલા નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં અજીમ ઐયુબ પટેલ, અબીબ ઇસ્માઇલ પટેલ, સાજીદ સાદીક સખીદાસ, નૈમ ઇસ્માઇલ પટેલ અને ઝાકીર અબ્બાસ સોમજીનો સમાવેશ થાય છે.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.86,650નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
Latest Stories