Connect Gujarat
ગુજરાત

ભરૂચ : રાષ્ટ્રીય કિસાન સંઘનું આવેદનપત્ર, વિવિધ મુદ્દાઓ અને પ્રશ્નો અંગે રજુઆત

રાષ્ટ્રીય કિસાન સંઘ તરફથી અપાયું આવેદનપત્ર, ખેડુતોને ખેત પેદાશોના ટેકાના ભાવ આપવા માંગ.

X

ભરૂચમાં રાષ્ટ્રીય કિસાન સંઘના ઉપક્રમે વિવિધ માંગણીઓ તથા પ્રશ્નોના સંદર્ભમાં તંત્રવાહકોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ભરૂચમાં ગુરૂવારના રોજ વિવિધ સંસ્થાઓ તરફથી તેમની માંગણીઓ સંદર્ભમાં તંત્રવાહકોને આવેદનપત્રો આપવામાં આવ્યાં હતાં જેમાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘનો પણ સમાવેશ થવા જાય છે. સંસ્થાએ આપેલાં આવેદનપત્રમાં કઠોળના ટેકાના ભાવ સરકાર નકકી તો કરી દે છે પણ ખેડુતો પાસેથી કઠોળની ખરીદી કરવામાં આવતી નહિ હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત ડીઆઇએલઆર સહિતની સરકારી કચેરીઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલતો હોવાથી અરજદારોને હાલાકી પડી રહી હોવાની રજુઆત કરાય છે.

મહત્વની માંગણી પર નજર નાંખવામાં આવે તો સહકારી મંડળીઓ,બેંકો અને એપીએમસીમાં સાંસદો ,ધારાસભ્યો,કોર્પોરેટરોને ગુજરાત સરકાર ની જાહેરાત મુજબ હોદ્દાઓ પરથી વહેલી તકે દૂર કરવા માંગણી કરવામાં આવી છે.રાઇટ ટુ એપ્લિકેશનનો મુદ્દો વિધાનસભામાં પસાર કરવામાં આવે જેથી સરકારી સંસ્થાઓમાં પડેલી લાખો અરજીઓનો સમયસર નિકાલ કરી શકાય. સંસ્થાના હોદ્દેદારોએ નવા કૃષિ કાનુનોને રદ કરવાની માંગણી કરી છે.

Next Story
Share it