ભરૂચ: ભાજપના જનસંપર્કથી જનસમર્થન કાર્યક્રમ હેઠળ રથનું કરવામાં આવ્યુ સ્વાગત

ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી અર્થે જનસંપર્કથી જનસમર્થન કાર્યક્રમ હેઠળ પ્રચાર રથ ફેરવવામાં આવી રહયો છે

New Update
ભરૂચ: ભાજપના જનસંપર્કથી જનસમર્થન કાર્યક્રમ હેઠળ રથનું કરવામાં આવ્યુ સ્વાગત

ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી અર્થે જનસંપર્કથી જનસમર્થન કાર્યક્રમ હેઠળ પ્રચાર રથ ફેરવવામાં આવી રહયો છે ત્યારે પ્રચાર રથ ભરૂચમાં આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું

ભાજપના જનસંપર્કથી જનસમર્થન કાર્યક્રમ હેઠળ પ્રચાર રથ ભરૂચમાં આવતા ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા મિસ્ડ કોલ કરાવી લાભાર્થીઓ સાથે સંપર્ક કરી ભાજપની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંક નાયકના માર્ગદર્શન હેઠળ સાંસદ મનસુખ વસાવા,જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા મહામંત્રી નિરલ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,બક્ષીપંચ મોરચાના મહામંત્રી પરેશ લાડ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories