ભરૂચ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ચોમાસુ તેના અંતિમ તબક્કામાં છે ત્યારે મેઘરાજા પાછોતરો વરસાદ વરસાવી રહ્યા છે.
ત્યારે ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસર 1 મી.મી,આમોદ 9 મી.મી.,વાગરા 6 મી.મી.,ભરૂચ 6 મી.મી.,ઝઘડિયા 10 મી.મી.,અંકલેશ્વર 6 મી.મી.,હાંસોટ 5 મી.મી.,વાલિયા 9 મી.મી.,નેત્રંગ 2 મી.મી વરસાદ નોંધાયો છે. હજુ આગામી ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે