ભરૂચ : ઝઘડીયાના રાજપારડી નજીક SOU માર્ગ અત્યંત બિસ્માર બન્યો

ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક SOU સરદાર પ્રતિમાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે

New Update

ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક લોકોને હાલાકી

SOU મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ બિસ્માર બન્યો

માર્ગ બિસ્માર બનતા લોકોને હાલાકી વેઠવાનો વારો

અનેક વાહનચાલકો રોંગ સાઈડ જવા મજબૂર બન્યા

માર્ગ-મકાન વિભાગ તાકીદે સમારકામ કરાવે તેવી માંગ

 ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકથી પસાર થતો SOU મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ બિસ્માર બનતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક SOU સરદાર પ્રતિમાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે.

આ માર્ગ ઉપર મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. એક સાઇડ માર્ગ ઉપર મોટા ખાડા પડ્યા હોયતેમજ ખાડામાં પાણી ભરાય જવાના કારણે વાહનચાલકો રોંગ સાઈડ પર વાહન હંકારવા મજબૂર બન્યા છેત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું તાકીદે સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Latest Stories