/connect-gujarat/media/post_banners/a2a84887a1c81ed8d9562a18e7aacf25d48a3d0cca889b8d5c1ee8e4e4aff0a9.jpg)
મોરબીની ગોઝારી ઘટના અંગે આજરોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો
રવિવારની સાંજે મોરબીનો ઝૂલતો પુલ ધરાશાયી થતા સેકન્ડોની અંદર 135થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ગોઝારી ઘટનાને લઈને આજે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી પર અડધી કાંઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભરૂચ સહિત સમગ્ર રાજયમાં રાજકીય તેમજ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા. ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર, રાજ્યના શોક દરમિયાન, વિધાનસભા, સચિવાલય સહિતની મહત્વપૂર્ણ કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી ઝુકાવવામાં આવે છે. આ સિવાય રાજ્યમાં કોઈ ઔપચારિક અને સરકારી કાર્યક્રમોનું આયોજન થતું નથી.
આ સમયગાળા દરમિયાન મેળાવડા અને સત્તાવાર મનોરંજન પર પણ પ્રતિબંધો છે.મોરબીની ઘટના બાદ સી.એમ.ભુપેન્દ્ર પટેલે રાજકીય શોકની જાહેરાત કરી હતી.