ભરૂચ : ઝઘડીયાના તરસાલી-તલોદરા ગામે “મારી માટી મારો દેશ” અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા...

New Update
ભરૂચ : ઝઘડીયાના તરસાલી-તલોદરા ગામે “મારી માટી મારો દેશ” અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તરસાલી અને તલોદરા ગામે “મારી માટી મારો દેશ” અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

Advertisment

ભરૂચના ઝઘડીયા તાલુકાના નવી તરસાલી, તલોદરા તેમજ ઉમલ્લા દુ.વાઘપુરા પંચાયત કચેરી ખાતે “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ૧૧,૯૦૦થી વધુ ગામોમાં વીર શહીદોના નામ સાથેની શીલા ફલકમનું નિર્માણ થશે. તેમજ ૧૬,૩૭૨ ગામોમાં નાગરિકો દ્વારા ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવશે. જે અંતર્ગત આજરોજ ઝઘડીયા તાલુકાના નવી તરસાલી, તલોદ્રા અને ઉમલ્લા દુ.વાઘપુરા પંચાયત કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શીલા ફલકમનું નિર્માણ કરી સાથે ગામના લોકોએ સેલ્ફી લીધી હતી. શીલા ફલકમ સાથે હાથમાં માટી તેમજ દીવો લઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી ધ્વજવંદન તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામ પંચાયતના તલાટીઓ, ગામના સરપંચ, ગામના આગેવાનો, શિક્ષકો, આંગણવાડીની બહેનો, આશા વર્કરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisment