ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ જિલ્લાના નવ પૈકી આઠ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રવિવારે સમગ્ર દિવસ દરમિયાન ઝરમર વરસાદ વરસ્યો હતો તો આજે સવારથી પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકામાં આંકડા પર નજર કરીએ તો જંબુસર 20 મી.મી.,આમોદ 3 મી.મી.,વાગરા 0 મી.મી.,ભરૂચ 4 મી.મી.,ઝઘડિયા 9 મી.મી.,અંકલેશ્વર 3 મી.મી.,હાંસોટ 21 મી.મી.,વાલિયા 13 મી.મી. અને નેત્રંગમાં 4 મી.મી.વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી વરસાદનું જોર ઘટી શકે છે.આજે ભરૂચ જિલ્લામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.