Connect Gujarat
ગુજરાત

ભરૂચ : વિશ્વમાં વસતા ગુજરાતી યુવાનોના સંગઠનની તાકાત એટલે "વિશ્વ ગુજરાતી સમાજ"

સૌપ્રથમ વખત વિશ્વ ગુજરાતી સમાજની બેઠક યોજાય પ્રમુખ સી.કે.પટેલ દ્વારા યુથ વિંગને અપાયું માર્ગદર્શન આજના યુવાનો રાષ્ટ્રની ઉન્નતિનો આધાર : સી.કે.પટેલ

X

ગુજરાત અને ગુજરાત બહાર અન્ય રાજ્યો તથા વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા ગુજરાતી યુવાનોના માધ્યમથી એક સંગઠનની તાકાત વિશ્વ ગુજરાતી સમાજ તેના યુથ વિંગના માધ્યમથી ઉભી કરવા જઈ રહ્યો છે, ત્યારે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે.પટેલે ભરૂચના નેશનલ હાઇવે પર આવેલ ખોડિયાર કાઠિયાવાડી હોટલ ખાતે એક બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ ગુજરાતી સમાજની ભરૂચમાં મળેલી સૌપ્રથમ બેઠકમાં પ્રમુખ સી.કે.પટેલે મોટી સંખ્યામાં હાજર યુવાનોને જણાવ્યુ હતું કે, યુવાનો રાષ્ટ્રની ઉન્નતિનો આધાર છે.

યુવાનોએ ડો. બાબા સાહેબ આંબેડકરના આદર્શોનું પોતાના જીવનમાં અનુકરણ કરી સંગઠિત બનવા આહ્વાન કરાયું હતું. યુવાનોમાંથી સંઘર્ષ દૂર થઈ જશે તો રાષ્ટ્રનું શું થશે તેવો પ્રશ્ન ઉઠાવી તેમણે યુવાનોને શિક્ષિત બની, સંગઠિત થઈ સંઘર્ષ કરવા પણ આહવાન કર્યું હતું. આ સાથે જ ગુજરાતના પ્રાણ પ્રશ્નો, રાષ્ટ્રીય ભાવનાને ધ્યાને લઇ ભારત માતા વિશ્વ ગુરુ બને તે દિશામાં યુવા શક્તિને કાર્યાન્વિત કરવા જણાવ્યું હતું. ગુજરાતી વિશ્વમાં વસે છે, ત્યારે ગુજરાતી યુવા ટીમ પણ વિશ્વમાં ડંકો વગાડશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો. આ પ્રસંગે વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગના કન્વીનર પૌરસ પટેલ, કો.કન્વીનર આકાશ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય જયરાજસિંહ રાજ, પ્રદેશ સલાહકાર સભ્ય મોહન પટેલ તથા જિલ્લા કન્વીનર મિતેષ પટેલ સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story