Connect Gujarat
ગુજરાત

ભરૂચ : પાલિકાની અધૂરી કામગીરીથી ત્રસ્ત પાનમ પ્લાઝાના વેપારીઓએ પોલીસને કરી રજૂઆત, જુઓ કેવી ચીમકી ઉચ્ચારી..!

ભરૂચ નગરપાલિકા દ્વારા સામે ચોમાસે સેવાશ્રમ રોડ પર આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ પાછળથી પસાર થતાં રોડ પર પાઇપલાઇનનું કામ શરૂ કરી તેને અધૂરું મૂકી દેવાતા નજીકમાં આવેલ પાનમ પ્લાઝા શોપિંગ સેન્ટરના વેપારીઓને હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે

X

પાલિકાએ પાનમ પ્લાઝા પાછળના રોડને ખોદી નાંખ્યો

વાહનોના પાર્કિંગનો પ્રશ્ન ઉદભાવતા વેપારીઓમાં રોષ

તમામ વેપારીઓએ પોલીસ મથકે કરી ઉગ્ર રજૂઆત

ભરૂચ નગરપાલિકા દ્વારા સામે ચોમાસે સેવાશ્રમ રોડ પર આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ પાછળથી પસાર થતાં રોડ પર પાઇપલાઇનનું કામ શરૂ કરી તેને અધૂરું મૂકી દેવાતા નજીકમાં આવેલ પાનમ પ્લાઝા શોપિંગ સેન્ટરના વેપારીઓને હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. વારંવાર મુશ્કેલીનો સામનો કરતાં વેપારીઓ ભરૂચ નગરપાલિકાની અધૂરી કામગીરી સામે રોષે ભરાયા છે. સામે ચોમાસે કરાતી કામગીરી અધૂરી મૂકી દેવાતા વેપારીઓએ ના છૂટકે આગળ રોડ નજીક જ વાહનો પાર્કિંગ કરવાનો વારો આવ્યો છે. જેના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોને જપ્ત કરી દંડનીય કાર્યવાહી સહિત વાહનોમાં નુકશાન પહોંચાડતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે,

ત્યારે પાનમ પ્લાઝા શોપિંગ સેન્ટરના તમામ વેપારીઓ પોતાની દુકાન બંધ કરી નજીકમાં આવેલ પાંચબત્તી પોલીસ ચોકી અને ત્યારબાદ એ' ડિવિઝન પોલીસ મથકે રજૂઆત કરવા પહોચ્યા હતા. જોકે, વેપારીઓને સંતોષકારક જવાબ ન મળતા તેઓ રોષે ભરાયા હતા, ત્યારે વેપારીઓએ પાલિકા સત્તાધીશોની આંખો ઉઘાડવા આવતીકાલે તા. 19 જુલાઇના રોજ પાલિકા ખાતે પોતાના વાહનોને પાર્ક કરી અનોખી રીતે અધૂરી કામગીરી સામે વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારી છે.

Next Story