Connect Gujarat
ગુજરાત

ભરૂચ : વિકાસના નામે આદિવાસીઓનો થઇ રહયો છે વિનાશ, જુઓ કેમ ઉઠી ભીલ પ્રદેશની માંગ

ભીલ પ્રદેશ મુકિત મોરચાએ આપ્યું આવેદનપત્ર, આદિવાસી સમાજના સંગઠનો થયા સંગઠિત.

X

દેશમાં વિકાસના નામે આદિવાસીઓને વિસ્થાપિત કરી દેવામાં આવ્યાં હોવાના આક્ષેપ સાથે અલગ ભીલ પ્રદેશની માંગણી કરવામાં આવી છે. ભરૂચ કલેકટરને ભીલ પ્રદેશ મુકિત મોરચાના ઉપક્રમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

દેશમાં અલગ અલગ પ્રદેશ બનાવવાની માંગો ઉઠતી રહે છે ત્યારે હવે આદિવાસી સમાજે સરકાર પાસે અલગ ભીલ પ્રદેશની માંગણી કરી છે. રાજયમાં કાર્યરત વિવિધ આદિવાસી સંગઠનોના યુવાનો ભીલ પ્રદેશ મુકિત મોરચાના નેજા હેઠળ સંગઠિત બન્યાં છે. મોરચાના પ્રમુખ વિજયસિંહ વસાવાની આગેવાનીમાં યુવાનો ભરૂચ કલેકટર કચેરી ખાતે પહોંચ્યાં હતાં. તેમણે રાષ્ટ્રપતિ અને રાજયપાલને સંબોધિત કરતું આવેદનપત્ર સત્તાધીશોને આપ્યું હતું.

જેમાં જણાવવામાં આવ્યું છે કે, અંગ્રેજ શાસનકાળમાં આદિવાસી સમાજનો દબદબો હતો પણ હવે વિકાસના નામે આદિવાસીઓને વિસ્થાપિત કરી દેવામાં આવ્યાં હોવાથી તેમનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. આદિવાસી સમાજની આવનારી પેઢીના હિતમાં અલગ ભીલ પ્રદેશની રચના કરવા માંગણી કરાઇ છે.

Next Story
Share it