ભરૂચ: ઝઘડિયાના ફુલવાડી નજીક એમ્બ્યુલન્સની ટક્કરે બાઇક સવાર 2 ઇસમો ઘાયલ

બિરલા સેન્ચ્યુરી કંપનીની એમ્બ્યુલન્સના ચાલકે તેની એમ્બ્યુલન્સ ગફલતભરી રીતે અને પૂર ઝડપે હંકારી અજય પાટીલ તથા ધર્મવીરસિંગની બાઈક સાથે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં બંને બાઈક સવારો ગંભીર રીતે ઘવાયા.

New Update
સ

અંકલેશ્વર નજીકના કોસમડી ગામની એક સોસાયટીમાં રહેતા અજયભાઈ પાટીલ ઝઘડિયા જીઆઇડીસીની બિરલા સેન્ચ્યુરી કંપનીમાં ફરજ બજાવે છે,

ગતરોજ રાત્રીના સમયે અજય પાટીલ તથા એનો મિત્ર ધર્મવીરસિંગ કંપની પરથી ફરજ બજાવી ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઝઘડિયા તાલુકાના ફૂલવાડી નજીક બોરોસીલ કંપની ફાટક વાળા રસ્તેથી પસાર થતા હતા તે દરમિયાન બિરલા સેન્ચ્યુરી કંપનીની એમ્બ્યુલન્સના ચાલકે તેની એમ્બ્યુલન્સ ગફલતભરી રીતે અને પૂર ઝડપે હંકારી અજય પાટીલ તથા ધર્મવીરસિંગની બાઈક સાથે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો,

આ અકસ્માતમાં બંને બાઈક સવારો ગંભીર રીતે ઘવાતા તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, અકસ્માતમાં અજય પાટીલ તથા ધર્મવીરસિંગને માથાના ભાગે હાથના ભાગે તથા પગના ભાગે ઇજાઓ તથા ફેકચર થયુ હતુ, ઘટના સંદર્ભે અજય પાટીલના ભાઈ વિજય તુકારામ પાટીલે ઝઘડિયા પોલીસ મથકે બિરલા સેન્ચ્યુરી કંપનીના એમ્બ્યુલન્સના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Read the Next Article

ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ : 6 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતમાં ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે અને તેના પરિણામે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જાહેર

New Update
વરસાદ

ગુજરાતમાં ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે અને તેના પરિણામે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ, 6 જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને 15 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આજે (શુક્રવાર) સવારે 6 થી બપોરના 12 વાગ્યાના સમયગાળા દરમિયાન રાજ્યમાં સરેરાશ 4.17 ઇંચ વરસાદ નોંધાયો, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં તેમને આખી રાત હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, સરકારી હોસ્પિટલોમાં પણ પાણી ભરાઈ જતાં દર્દીઓ, તેમના પરિજનો અને હોસ્પિટલના સ્ટાફને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. દર્દીઓના વોર્ડ સુધી પાણી પહોંચી જતાં પરિસ્થિતિ ગંભીર બની હતી.

અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓ

હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરતારેડ એલર્ટજાહેર કર્યું છે. આ જિલ્લાઓના વહીવટી તંત્રને સાબદું રહેવા અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓ

પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા અને બોટાદ જિલ્લામાંઓરેન્જ એલર્ટજાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી નાગરિકોને સાવચેતી રાખવા અને અનિવાર્ય ન હોય તો બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.