/connect-gujarat/media/post_banners/cd6e398add7409e60381bbd890131e781f47ad5ea5c03f3c4db620020bfb0865.jpg)
ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન યોજાયું હતું જેમાં કોંગ્રેસના કાર્યકરોએ પોસ્ટર સાથે સરકારની નીતિઓનો વિરોધ નોધાવ્યો હતો.
દેશમાં વધતી મોંઘવારી સામે જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ યોજાયું હતું. ભરૂચના પાંચબત્તી સર્કલ પર જિલ્લા મહિલા કોંગ્રેસના કાર્યકરો દ્વારા પોસ્ટર લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સરકારની નીતિઓનો વિરોધ કરાયો હતો. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયા છે કે કેન્દ્રની ભાજપ સરકાર મોંઘવારીને અંકુશમાં લેવા નિષ્ફળ નીવડી છે અને કોરોના કાળમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવોએ સામાની લોકોની હાલત કફોડી બની રહી છે ત્યારે સરકાર મોંઘવારીને અંકુશમાં લેવા પગલા લે એવી માંગ કરવામાં આવી છે.