અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારમાંથી 2 દિવસમાં 15 રખડતા ઢોર પકડાયા, તંત્રની ઝુંબેશ યથાવત

રખડતા ઢોરના કારણે અકસ્માત સહિતના બનાવવામાં વધારો થયો હતો.આ અંગેની અનેક રજૂઆત નોટિફાઇડ એરીયા ઓથોરિટીને મળતા અંતે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં તંત્રની ઝુંબેશ

  • રસ્તે રખડતા ઢોર પકડવા કાર્યવાહી

  • બે દિવસમાં 15 ઢોર પકડાયા

  • ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી

  • ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા બે દિવસથી રખડતા ઢોર પકડવાની શરૂ કરવામાં આવી છે ત્યારે 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે અકસ્માત સહિતના બનાવવામાં વધારો થયો હતો.આ અંગેની અનેક રજૂઆત નોટિફાઇડ એરીયા ઓથોરિટીને મળતા અંતે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શરૂ કરાયેલ ઝુંબેશમાં છેલ્લા 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા હતા.
નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા અટલજી જોગર્સ પાર્ક, ગટટુ વિદ્યાલય સરદાર પાર્ક સહિતના વિસ્તારોમાંથી રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા.આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ રખડતા  ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે તો સાથે જ ઢોરના માલિકો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
Latest Stories