-
મુસ્લિમ બિરાદરો માટે મક્કા-મદીના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર
-
મુસ્લિમ સમાજમાં મક્કા-મદીનાના દિદારનું રહ્યું અનેરુ મહત્વ
-
પ્રજ્ઞાચક્ષુઓ માટે સામાજિક કાર્યકર દ્વારા કરાયું હતું આયોજન
-
બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરના 16 પ્રજ્ઞાચક્ષુઓને કરાવી યાત્રા
-
મક્કા-મદીના ઉમરાહ કરી પરત ફરતા પ્રજ્ઞાચક્ષુઓનું સ્વાગત
ભરૂચના બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરના આંખોની રોશની ગુમાવી ચૂકેલ એક યુવતી સહિત 16 પ્રજ્ઞાચક્ષુઓ મક્કા-મદીના ઉમરાહ કરી પરત ફરતા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાઉદી અરેબિયામાં આવેલ મક્કા-મદીના દરેક મુસ્લિમ બિરાદરો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે, ત્યારે જીવનમાં એકવાર મક્કા-મદીના જવા તમામ મુસ્લિમ બિરાદરોની ઈચ્છા હોય છે. જેનો ખર્ચ કરવા સૌ સક્ષમ નથી હોતા. પરંતુ ભરૂચના બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર છે, જેમાં તમામ ધર્મના પ્રજ્ઞાચક્ષુ એટલે કે, આંખોની રોશની ગુમાવી ચૂકેલા લોકો અહી શિક્ષણ મેળવે છે.
મુસ્લિમ સમાજમાં મક્કા-મદીનાની જીયારત (દિદાર) કરવાનું અનેરુ મહત્વ રહેલુ છે, ત્યારે આ સંસ્થાના અંધજનો એક કાર્યક્રમમાં ગયા હતા, અને તે કાર્યક્રમમાં મહાનુભાવ તરીકે શાહિદ કુરેશી રિઝવાન સૈયદ અમીન શાહે તેમની લાગણી વ્યક્ત કરી કહ્યું કે, તમારા માટે શું કરી શકું, ત્યારે આ પ્રગ્યાંચક્ષુઓએ કહ્યું કે, મુસ્લિમ સમાજમાં જન્મથી મૃત્યુ સુધીમાં મક્કા-મદીનાની જીયારત એટલે કે, દીદાર કરવાની ઈચ્છા હોય છે. અમે દુનિયા તો નથી જોઈ શકતા, પણ મક્કા-મદીના અલ્લાહનું ઘર છે, ત્યાં જઈ આભાસ કરી દીદાર તો કરી શકીશું.
જે બાદ મહાનુભાવએ આ અંધજનોની વેદના અને ઈચ્છા પૂરી કરવા માટે એક મહિલા સહિત 16 પ્રજ્ઞાચક્ષુઓની મક્કા-મદીના જવાની તમામ વ્યવસ્થા કરી તેઓની સાથે અન્યોને પણ સાર-સંભાળ માટે મોકલ્યા હતા. જેઓ સાઉદી અરબિયામાં મક્કા મદીના ખાતે જઈ ખુદાની અનુભૂતિનો અહેસાસ કરી અત્યંત ખુશી સાથે પરત ફરતા ભરૂચની બિલાલ પાર્ક સોસાયટી ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી, પાલિકા સભ્ય સલીમ અમદાવાદી, દાતા શઈદભાઈ સહિત અન્ય રહીશો ઉપસ્થિત રહ્યા હતા.