New Update
/connect-gujarat/media/media_files/2025/12/09/diesel-chori-2025-12-09-17-12-54.jpg)
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે આવેલી ગ્રીન વેલી સોસાયટીની સામે સહિતના બે મોબાઈલ ટાવરમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી. જનરેટર માટે રાખેલ ડીઝલ ટેન્કમાંથી ચોરી કરી હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અંકલેશ્વર પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે મહિન્દ્રા પીકઅપ સાથે જીતાલી રહેતા મુલારામ સોનારામ ચૌધરી અને કાપોદ્રા પાટિયા રહેતા સોહનલાલ ભાગીરથરામ બીશ્નોઇને ચોરીના ડીઝલ સાથે ઝડપી પાડ્યા હતા.
બન્ને આરોપી પાસેથી ડિઝલનો જથ્થો, સાધનક5, મોબાઈલ અને વાન મળી કુલ 5.19 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો. સાથે જ રાજસ્થાનના ગોપાલ માળીની શોધખોળ આરંભી હતી.
Latest Stories