New Update
/connect-gujarat/media/media_files/2025/12/28/marathon-2025-12-28-17-49-14.jpg)
શ્રવણ વિદ્યામંદિર સંચાલિત હરિઓમ આશ્રમ પ્રેરિત તથા બટુકનાથ વ્યાસ શાળા અને જલારામ પાતરાના સહયોગથી તારીખ 27 ડિસેમ્બરના રોજ મકતમપુર ખાતે 2 અને 5 કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોન દોડનો પ્રારંભ મકતમપુર સ્થિત શ્રવણ વિદ્યામંદિરથી થઈ બોરભાઠા બેટ,નર્મદા બંગલો, દુબઈ ટેકરી,નિઝામવાડી તથા ઝાડેશ્વર પંચાયત વિસ્તારમાંથી પસાર થઈ પરત શ્રવણ વિદ્યામંદિર ખાતે પૂર્ણ થયો હતો.
આ મેરેથોન દોડમાં અલગ-અલગ વય જૂથોમાં કુલ 435 ભાઈ-બહેનો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ સેવાસદન પ્રમુખ વિભૂતિબા યાદવ, મારુતિસિંહ અટોદરીયા, હરિઓમ આશ્રમ સુરતના ટ્રસ્ટી જીમીતભાઈ,,શાળા પ્રમુખ પિનાકી રાજપૂત તેમજ અર્જુન રાવલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories