ભરૂચ: સેવાયજ્ઞ સમિતિના પ્રયાસોથી 2 અસહાય લોકોને નવજીવન પ્રાપ્ત થયું, પરિવરજનોએ સંસ્થાનો માન્યો આભાર

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિએ રોડ અકસ્માતમાં પથારીવશ થયેલા તથા અનાથ હાલતમાં જીવતા 2 લોકોને ફરીથી નવજીવન આપી તેમના જીવનમાં નવો પ્રકાશ પાથર્યો

New Update
  • ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સેવાયજ્ઞ

  • સેવાયજ્ઞ સમિતિ છે કાર્યરત

  • 2 લોકોને આપવામાં આવ્યું નવજીવન

  • અનાથ વ્યક્તિની કરવામાં આવી સારવાર

  • પરિવારજનોએ વ્યક્ત કર્યો આભાર

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિએ રોડ અકસ્માતમાં પથારીવશ થયેલા તથા અનાથ હાલતમાં જીવતા 2 લોકોને ફરીથી નવજીવન આપી તેમના જીવનમાં નવો પ્રકાશ પાથર્યો છે.
રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં રહેતા 45 વર્ષીય કિશોર રાજપુત કામ અર્થે જુલાઈ મહિનાની શરૂઆતમાં ભરૂચ આવ્યા હતા. ભરૂચ રેલવે સ્ટેશન પાસે અજાણ્યા વાહન સાથે અકસ્માત થતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકો નિયમિત મુલાકાતે જતા ત્યારે તેમને ટ્રોમા સેન્ટરમાં અનાથ અને અસહાય હાલતમાં જોયા હતા.
સ્વયંસેવક હિમાંશુ પરીખના પ્રયત્નોથી હાડકાના નિષ્ણાત ડૉ. કુણાલ ચાંપાનેરી દ્વારા કિશોરભાઈનું ઓપરેશન કરવામાં આવ્યું. યોગ્ય સારવારથી તેઓ હાલ ચાલતા-ફરતા થયા છે. પોતાની માતા પાસે રાજસ્થાન પરત જઈને જીવન પુન: ધબકતું થાય એ હેતુથી સંસ્થા દ્વારા તેનોનું પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.
આવી જ રીતે, ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા 55 વર્ષીય દિનેશ રાણા લાંબા સમયથી રેલવે સ્ટેશન પર અનાથ હાલતમાં હતા. રેલવે સ્ટેશનના સુપ્રિટેન્ડન્ટ શૈલેષભાઈ પિલ્લઈ દ્વારા જાણ થતાં સેવાયજ્ઞ સંસ્થાની ટીમે તેમને અનાથ ઘરડાઘરમાં આશ્રય આપી યોગ્ય સારવાર કરાવી હતી. હાલ તેઓ સંપૂર્ણ સાજા થઈ ફરી ચાલવા લાગ્યા છે. સેવાયજ્ઞ સમિતિએ અત્યાર સુધી અનેક અનાથ, અસહાય પ્રભુજીઓને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. 
Latest Stories