New Update
અંકલેશ્વર નજીક સર્જાયો અકસ્માત
હાઇવે પર રાજપીપળા ચોકડી નજીક અકસ્માત સર્જાયો
ત્રણ વાહનો વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત
ટેમ્પા સાથે બાઈક અને ટ્રક ભટકાય
બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સવાર બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા હતા
અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાસેના યુ ટર્ન પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટે ખસેડી તપાસ શરૂ કરી હતી.અકસ્માતમાં અંદાડા ગામના યોગેશ્વર નગરમાં રહેતા રતિલાલ વસાવા અને કૃષ્ણનગરમાં રહેતા દિનેશ પટેલનું મોત નિપજ્યું હતું.યુ ટર્ન પાસે ટેમ્પા ચાલકે ટર્ન લેવા જતા અકસ્માત સર્જાયો હતો.
નેશનલ હાઈવે પર સજાયેલા અકસ્માતના પગલે મોટા વાહનો શહેર તરફ વળતા અંકલેશ્વરની પ્રતિન ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા. તો આ તરફ નેશનલ હાઇવે પર પણ ટ્રાફિકજામના જોવા મળ્યા હતા
Latest Stories