અંકલેશ્વર: નંદુરબારથી વિદેશી દારૂ બેગમાં ભરી આવેલ 2 ઇસમોની વાલિયા ચોકડી નજીકથી અટકાયત !

બાતમીના આધારે પોલીસે પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળા ઇસમોને અટકાવી તેઓ પાસે રહેલ બેગમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 73 નંગ બોટલ મળી આવી

New Update
  • અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની કાર્યવાહી

  • વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમોની અટકાયત

  • નંદુરબારથી દારૂ બેગમાં ભરી અંકલેશ્વર આવ્યા હતા

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વાલિયા ચોકડી પાસેથી ત્રણ બેગોમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો મળી બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા ચોકડીથી જી.આઈ.ડી.સી. બસ ડેપો તરફ ચાલતા ચાલતા બે ઈસમો ત્રણ બેગમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જઈ રહ્યા છે.
જેવી બાતમીના આધારે પોલીસે પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળા ઇસમોને અટકાવી તેઓ પાસે રહેલ બેગમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 73 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 56 હજારનો દારૂ અને ફોન મળી કુલ 66 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને મહારાષ્ટ્રના નંદુરબારના ઉમરડે ખાતે રહેતો સુરેશ મદન સોબારામ પવાર અને આયુષ રાજેશ બાબુ તિલાંગેને ઝડપી પાડ્યો હતો.જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર જીતુ સિંધી  અને મંગાવનાર ભરૂચના બુટલેગર રામ નામનો ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.