New Update
ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં દેવઉઠી એકાદશી નિમિત્તે તુલસી વિવાહ નો કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે.મહિલા-પુરૂષોએ ધારણ કરેલ પરંપરાગત વેશભુષા ધાર્મિકતા-સાંસ્કૃતિકતાના કાર્યક્રમો સાથે તુલસી વિવાહની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે.
નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા મુંગજ ગામે રણછોડ વસાવાના નિવાસસ્થાને લાલજી મહારાજની સ્થાપના કરાઇ છે.અગિયારસના રોજ લાલજી મહારાજ ઢોલ-નગારાના વાજીંત્રો અને પુરા હર્ષોલ્લાસ સાથે નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામે તુલસી માતા સાથે લગ્નગ્રંથીએ જોડાશે.ત્યારબાદ તુલસી વિવાહ સંપન્ન થશે.જેમાં ભાવિક-ભક્તોમાં ભારે ઉત્સાહ-ઉમંગનું વાતાવરણ જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે,નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામે શ્રી સંત પુનિત માનવ કલ્યાણ ટ્રસ્ટ જેસપોર અને કાંટીપાડા ગ્રામજનો દ્વારા શ્રી રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે,જેનો મોટી સંખ્યામાં ભાવિકભક્તો લાભ લઈ રહ્યા છે.આ પ્રસંગે ભગવાન સત્યનારાયણની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જે કથામાં 351 જોડાઓએ કથાનો લાભ લીધો હતો.
Latest Stories