New Update
હાંસોટના ઇલાવ ગામે આવેલો છે પારસી શેઠનો પેલેસ
100 વર્ષ જુના પેલેસમાં તસ્કરો ત્રાટકયા હતા
એક વર્ષ પૂર્વે થઈ હતી ચોરી
હાંસોટ પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ
ચાંદીના ઘરેણા મળી રૂ.1.36 લાખની થઈ હતી ચોરી
ભરૂચના હાંસોટના ઈલાવ ગામમાં આવેલ પારસી શેઠના 100 વર્ષ જૂન બંધ પેલેસને જાન્યુઆરી 2025માં તસ્કરોએ નિશાન બનાવી રોકડા ૨૦ હજાર અને ચાંદીના ઘરેણા સહીતનો સામાન મળી કુલ ૧.૩૬ લાખના મુદ્દામાલની ચોરી કરવાના મામલામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે.
મુંબઈના રૂસ્તમ પેલેજ ફ્લેટ ખાતે રહેતા ઘન બહેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે આવેલો છે. આ પેલેસ 100 વર્ષ જૂનો છે. ગત તારીખ-૨૯ જાન્યુઆરી 2025ના રોજ ઘન બહેરામ એડલજી પાલમકોટ તેઓને ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા.જેઓએ મકાનનો દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો.મકાન માલિકે ઘરમાં તપાસ કરતા અંદરથી રોકડા ૨૦ હજાર અને ચાંદીના ઘરેણા સહીતનો સામાન મળી કુલ ૧.૩૬ લાખના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.
આ અંગે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.આ મામલામાં પોલીસે એક વર્ષ બાદ વનસીંગ ડેબા ઠાકરે,ગોવિંદભાઇ મોસુ વલવી, આનંદા ઉર્ફે અનોદ કુરાસા ઉર્ફે કુર્સીયા તડવી અને વસંતભાઇ ઉર્ફે વસીયો હોમાભાઇ વલવીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ શેરડી કાપણીનું કામ કરે છે.આ કામ દરમિયાન તેઓ જે ગામમાં જાય છે ત્યાં બંધ મકાનની રેકી કર્યા બાદ ચોરીના ગુનાને અંજામ આપે છે અને ચોરીનો મુદ્દામાલ તેમના વતન સહિતના વિસ્તારોમાં છુપાવી રાખતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
Latest Stories