ભરૂચ : માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીની 58મી સામાન્ય સભા યોજાઈ

ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી હતી.જેમાં અમદાવાદ ખાતેના પ્લેન દુર્ઘટનાનાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

New Update
  • કર્મચારીઓની કો-ઓપ.ક્રેડીટ સોસા.ની 58મી સામાન્ય સભા

  • ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે યોજાય સામાન્ય સભા

  • અમદાવાદ પ્લેન ક્રેશનાં મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ

  • બાળકોને શૈક્ષણિક કીટનું પણ કરાયું વિતરણ

  • નિવૃત સભાસદોનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરાયું સન્માન   

ભરૂચની ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે ઘી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી હતી.

ભરૂચની ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી હતી.જેમાં અમદાવાદ ખાતેના પ્લેન દુર્ઘટનાનાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી,આ ઉપરાંત  બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ સામાન્ય સભામાં નિવૃત્ત થયેલા સભાસદોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.અને સભામાં સંસ્થાના સભ્યો સાથે વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ પ્રવીણસિંહ રણા,કિરીટસિંહ ધરિયા,અજય રણા,ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર રવિન્દ્ર રણા સહિત ગુજરાત રાજ્ય સહકારી સંઘ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories