New Update
અંકલેશ્વર જીઆઈડીસીમાં તસ્કરો ત્રાટકયા
ભાવિક મશીનરીમાં તસ્કરો ત્રાટકયા
6 તસ્કરોએ કર્યો હાથ ફેરો કર્યો
ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ
જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ રામદેવપીર ચોકડી સ્થિત ભાવિક મશીનરી કંપનીને તસ્કરોએ નિશાન બનાવી સામાન મળી કુલ 30 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટના સીસીટીવી કેમેરા કેદ થઈ છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નવ રચના સોસાયટીમાં રહેતા ભરત નાકરાણી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ રામદેવપીર ચોકડી સ્થિત ભાવિક મશીનરી ચલાવે છે.જેઓની કંપનીને ગત તારીખ-27મી સપ્ટેમ્બરના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ કમ્પાઉન્ડની દીવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો અને કંપનીમાં રહેલ એસ.એસ.કન્ડેસરની ટ્યુબ,પાટા,એસ.એસ.ની પાઇપ અને નોઝલ મળી કુલ 30 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ ચોરીની ઘટના કંપનીમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.જેમાં 6 જેટલા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હોવાનું નજરે પડી રહ્યું છે.ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories