New Update
ભરૂચના હાંસોટમાં તંત્રની કાર્યવાહી
ગેરકાયદેસર દબાણ દૂર કરાયા
મુખ્યમાર્ગને અડીને કરવામાં આવ્યા હતા દબાણ
ટ્રાફિકને અડચણરૂપ દબાણ હટાવાયા
સ્થાનિકો વેપારીઓ સાથે વિવાદ
ભરૂચના તાલુકા મથક હાસોટ ખાતે તંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા.આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને વેપારીઓ સાથે વિવાદ પણ જોવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લાના તાલુકા મથક હાંસોટમાં મુખ્ય માર્ગને અડીને થયેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નેશનલ હાઇવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે “ઓપરેશન ડીમોલીશન” શરૂ કરવામાં આવ્યું છે.એક્સપ્રેસ હાઇવેની કનેક્ટિવિટી મળ્યા બાદ આ માર્ગ પર વાહનોનું ભારણ નોંધપાત્ર રીતે વધ્યું છે.
ટ્રાફિકની સમસ્યા અને સંભવિત અકસ્માતોને ટાળવા માટે મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા.તંત્ર દ્વારા કુલ 68 દબાણ દૂર કરવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. દબાણ હટાવવાની આ ઝુંબેશથી માર્ગ પર વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દબાણ હટાવો કામગીરી દરમિયાન વિવાદ પણ જોવા મળ્યો હતો સ્થાનિકો અને દુકાનદારોએ તંત્ર પર ભેદભાવનો આક્ષેપ કર્યો હતો. અમુક દબાણો હટાવવામાં ન આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પુન ગામ નજીક કનેક્ટિવિટી અપાયા બાદ સુરત જતા મોટાભાગના વાહન ચાલકો આ જ માર્ગનો ઉપયોગ કરે છે ત્યારે અતિવ્યસ્ત એવા હાસોટ ટાઉનના માર્ગ પરથી દબાણો હટાવી તંત્ર દ્વારા માર્ગ ખુલ્લો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Latest Stories