New Update
અંકલેશ્વરની પાનોલી પોલીસને મળી સફળતા
નંદીની એગ્રો શેડ કંપનીમાં ચાલતું હતું જુગારધામ
કંપનીના ઉપરના માળે રમાય રહ્યો હતો જુગાર
9 જુગારીઓની પોલીસે કરી ધરપકડ
રૂ.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.ની નંદીની એગ્રો શેડ નેટ કંપનીની બિલ્ડીંગના ઉપરના માળે ચાલતું જુગારધામ પોલીસે ઝડપી પાડી 9 જુગારીયાઓને 28.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વરની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી જી.આઈ.ડી.સી.ની નંદીની એગ્રો શેડ નેટ કંપનીની બિલ્ડીંગના ઉપરના માળે રૂમમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા 5.18 લાખ અને 10 મોબાઈલ ફોન તેમજ ત્રણ ફોર વહીલર અને ત્રણ બાઈક મળી કુલ 28.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ વિઝન સ્કૂલ પાસે શ્રી બંગલોઝમાં રહેતો જુગારી મેહુલ શંકરભાઈ પટેલ,દક્ષેશ અમૃત પ્રજાપતિ,જયદીપસિંહ દિલીપસિંહ યાદવ,યોગેશ સીતારામ લીંબાલકર,ભદ્રેશ અનિલ પટેલ,અંકુર શાંતિ પટેલ અને વિજય રણજિત પરમાર,ખીરાસિંધુ ઉર્ફે અજય દુહકુ પટેલ તેમજ સુરસંગ ઉર્ફે બાબુ જાયમલ પટેલને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories