-
આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધમ્ યુવા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું
-
હરિપ્રબોધમ્ યુવા મહોત્સવ અંતર્ગત મહા રક્તદાન શિબિર યોજાય
-
થેલેસેમિયાગ્રસ્ત બાળકોના સેવાર્થે વિશાળ રક્તદાન શિબિર યોજાય
-
ગુજરાત સત્સંગના 12 કેન્દ્રો પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
-
મહા રક્તદાન શિબિરમાં 5 હજાર યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધમ્ યુવા મહોત્સવના ઉપક્રમે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના સેવાર્થે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરિપ્રબોધમ્ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સત્સંગના 12 કેન્દ્રો પર યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ અંતર્ગત 5 હજાર યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.
ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજી મહારાજના 91માં પ્રાગટ્ય દિન અને પ્રગટ ગુરુહરિ પ્રબોધસ્વામીજીના 72માં પ્રાગટ્ય દિન નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધમ્ યુવા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે શનિવાર અને રવિવારના રોજ 2 દિવસ માટે બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં શનિવારના રોજ ગુજરાત સત્સંગના અલગ અલગ 12 કેન્દ્રો પર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. થેલેસેમિયાગ્રસ્ત બાળકોના સેવાર્થે રક્તદાન શિબિર દરમ્યાન 5 હજાર યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.
આ સાથે જ ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજીની તન, મન, ધન અને આત્માથી સુખી થવા માટે સંત અને સત્સંગની ઓક્સીજન સમાન અનિવાર્યતાની ભાવનાને કેન્દ્રમાં રાખીને આયોજિત આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધમ્ યુવા મહોત્સવમાં ઉપસ્થિત દોઢ લાખથી વધુના યુવા મહેરામણને સંતોના માર્ગદર્શન અને યુવાનોના અનુભવોના માધ્યમથી સંસ્કારી અને ભક્તિપૂર્ણ જીવન જીવવાની સાચી દિશા અંગે માર્ગદર્શન આપવામાં આવનાર છે, ત્યારે ખૂબ જ સુંદર આયોજન અને વ્યવસ્થાના ફળસ્વરૂપે બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.